Popular Posts

Monday 30 April 2012

તમારી પોતાની સાઈટ કેવીરીતે બનાવશો?


તમારી પોતાની સાઈટ કેવીરીતે બનાવશો?
મિત્રો, અભ્યાસક્રમ બ્લોગ પર કામ કરતાં કરતાં ઘણું શીખવા મળ્યું. હવેથી થોડા સમય  પછી આ બ્લોગ પણ નવી સાઈટ સ્વરૂપે જોવા મળશે.
ઘણા મિત્રોને પોતાની સાઈટ બનાવવી છે પણ સાઈટ કેવી રીતે બનાવવી?
શું કરવું?
સાઈટ બનાવવાનો ખર્ચ કેટલો થાયએવા સવાલો થાય છે.
એવું બને કે કદાચ ખ્યાલ ન હોય. ક્યારેક કોઈને પૂછીએ તો  ઊચા ભાવ સાંભળીને સાઈટ બનાવવાનું માંડી વળવું પડે.
આટલું વાંચ્યા પછી જરૂર સાઈટ બનાવવાની કે તે અંગે જાણવાની ઉત્સુકતા થાય તે સ્વભાવિક છે.
તો ચાલો, જોઈએ આપણી પોતાની સાઈટ કેવી રીતે બનાવી શકાય?
સાઈટ બનાવવા અંગેનું કોઈ પુસ્તક ખરું?
હા, તમને એક પુસ્તક તરફ આંગળી ચિંધીશ. જે પુસ્તક સાઈટ કેવી રીતે બનાવી શકાય તેનું સરસ માર્ગદર્શન આપશે. મૂળ એ પુસ્તક અંગ્રેજીમાં છે. પણ શ્રી જીજ્ઞેશભાઈએ અનુવાદ કરી આપણા માટે ગુજરાતીમાં મુક્યું છે. તેમની  http://aksharnaad.com/downloads/    સાઈટ પરથી ડાઉનલોડ કરી લો. અને બે ત્રણ વખત ધ્યાનથી વાંચી જાવ. હાલ 16 ક્રમે આ  પુસ્તક છે.
વેબ સાઈટ બનાવામાં મુખ્યત્વે ત્રણ બાબતો મારા ધ્યાનમાં આવી છે.
એક ડોમેઈન નેમ પસંદ કરવું. અને ખરીદવું.
બે  વેબ હોસ્ટિંગ ખરીદવું.
ત્રણ વેબસાઈટ પર વિગત મુકવી.
જોકે આ સિવાય વધારે વિગત પુસ્તકમાંથી જાણી લેશો તેવી આશા રાખું છુ.
હવે ઉપરના ત્રણેય મુદાને વિગતવાર જોઈએ.
ડોમેઈન નેમ પસંદ કરવું. અને ખરીદવું.
સાઈટ બનાવવા માટે ડોમેઈન નેમ ખરીદવાનું હોય છે. જેના ભાવ તમે ઓનલાઈન જાણી શકો છો. એટલુંજ નહી તમે ડોમેઈન નેમ ખરીદી પણ શકો છો. વધુ નીચેની લિંક પર ક્લિક કરો અને તમારે જે વેબ એડ્રેસ જોઈએ છે. તે લખી તપાસ કરો. તમે નક્કી કરેલું નામ કદચ ન મળેતો કોઈ બીજું નામ પસંદ કરવું પડશે.
 ડોમેઈન નેમના જુદા જુદા ભાવ હોય છે. મારા ખ્યાલ મુજબ હાલ ડોટકોમના ૫૦૦ રૂ , ડોટઓઆરજી ના ૩૦૦ રૂ  અને  ડોટઇન ના ૯૯ રૂ એક વરસના છે. આ ઉપરાંત તમને ઘણા જુદા જુદા ભાવ જોવા મળશે. ડોમેઈન નેમ એક વરસથી લઈને  એક સાથે દસ વરસનું લવાજમ ભરી શકાય છે.
બે  વેબ હોસ્ટિંગ ખરીદવું. 
વેબ હોસ્ટિંગ એટલે બ્લોગ પર જે વિગત કે ફાઈલ મુકીએ છીએ તે માટેની જગ્યા. વેબ હોસ્ટિંગ ના જુદા જુદા ભાવ હોય છે. 500MB, 1GB, 5GB કે અનલીમીટ પ્લાન હોય છે. પ્લાન મુજબ ભાવ જે તે સાઈટ પર આપેલા હોય છે. તમારી જરૂરિયાત મુજબ તમે વેબ હોસ્ટિંગ ખરીદી શકો છો.  
વેબસાઈટ પર વિગત મુકવી.
વેબ હોસ્ટિંગ ખરીદયા પછી વેબસાઈટની ડિજાઈન બનાવવાની હોય છે. જો તમે વર્ડ પ્રેશમાં કામ કરશો તો તમારા માટે ઘણું સરળ થઇ જશે. વધારે પુસ્તકમાં આપેલ વિગત જોઈ જશો.
જો તમે બ્લોગર કે વર્ડ પ્રેશના  બ્લોગ પર કામ કર્યું હશે કે તો તમારા માટે ઘણું સહેલું છે. પણ મિત્રો વર્ડ પ્રેશના  બ્લોગ પર જે સુવિધા આપવામાં આવે છે તે ઘણી મર્યાદિત પણ સાઈટમાં વધારે  સુવિધા મળે છે.  
જો તમે તમારી પોતાની સાઈટ બનાવવા માંગતા હો તો સામાન્ય ૩૫૦૦ રૂ ડોમેઈન નેમ અને વેબ હોસ્ટિંગ ના થાય. પણ તમે અમારી પાસેથી  રૂ 999માં ડોમેઈન + વેબ હોસ્ટિંગ લઈ શકશો.
ડોમેઈન નેમ
 .in ના 99 રૂ.  
.org ના 299 રૂ  
.com ના 499 રૂ  
અને માત્ર રૂ ૫૦૦ માં અનલીમીટ વેબ હોસ્ટિંગ ખરીદી શકશો.
એટલે  .in ના 99+500 = 599 રૂ
          .org ના 299+500 = 799  
અને   .com ના 499+500 = 999    
એક વરસનું ભાડું થાય. જો આપને સાઈટ બનાવવી હોય તો સંપર્ક કરો.
91 99091 74942

No comments:

Post a Comment